Search This Website

Monday 11 December 2023

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત. 

મહત્વપૂર્ણ લિંક 



સૂર્યનમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી રાજય કક્ષા સુધી લાખો રુ. ના ઈનામો જીતવાની તક રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક 

સૂર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત


















રાજય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંગેના આયોજન બાબત


યોગ એ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ" તરીકે ઉજવવા કરેલ પ્રસ્તાવને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ. જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જુનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.


જેના ભાગરૂપે ગુજરાત સરકારશ્રી દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૧/૦૬/૨૦૧૯ ના ઠરાવથી “ ગુજરાત રાજય યોગ બોર્ડ " ની રચના કરવામાં આવેલ છે. યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.


ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા /


મહાનગરપાલિકા/તાલુકા કક્ષાએ યોગશિબિરો,યોગ સંવાદ, યોગ જાગરણ રેલી, યોગ પે ચર્ચા તેમજ અલગ અલગ યોગના કાર્યક્રમો યોજવામાં આવે છે.જે પૈકી યોગનો પ્રચાર પ્રસાર થાય અને યોગને પ્રોત્સાહન મળે તે માટે આ વર્ષે પ્રથમ વખત સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું નકકી કરવામાં આવેલ છે, જેનો હેતુ, વર્ણન અને શરતોની વિગત નીચે મુજબ છે. સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો ઉદેશઃ


સૂર્ય નમસ્કાર એ સૂર્યની ઉપાસના માટે છે જેનાથી ઉર્જા અને શકિત મળે છે. સાથે યોગ એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકોમાં યોગ અંગે જાગૃતિ આવે અને બહોળા પ્રમાણમાં યોગનો પ્રચાર પ્રસાર થાય તેમજ સૂર્ય નમસ્કારમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પ્રોત્સાહન મળે તે માટેનો છે,


પસંદગી પ્રક્રિયાઃ


(૧) પ્રથમ તબકકામાં ગ્રામ્ય કક્ષાએ કુલઃ ૦૬ શ્રેષ્ઠ સ્પર્ધક જેમાં વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે. અને તે જ રીતે ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ જેમાં વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.


(ર) બીજા તબકકામાં ગ્રામ્ય કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને ન.પા. વોર્ડના વિજેતા ૦૬ સ્પર્ધકએ તાલુકા હેડ કર્વાટર કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. અને તે જ રીતે મનપા વોર્ડ કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે, જેમાં પણ વય જુથ મુજબ એક ભાઈ અને એક બહેનની પસંદગી કરવામાં આવશે.


(૩) ત્રીજા તબકકામાં તાલુકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક અને નગરપાલિકા વોર્ડના ૦૬ સ્પર્ધક કુલઃ ૧૨ સ્પર્ધકએ જિલ્લા કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા ઝોન કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધકએ મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ શકશે. જેમાં કોમન રેન્ક થઇ થશે જેમાં ૦૩ ભાઈઓ અને ૦૩ બહેનો પ્રથમ, દ્વિતિય અને તૃતિય એ રીતે પસંદગી ઘશે,


(૪) ચોથા તબકકામાં જિલ્લા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક રાજય કક્ષાએ અને તે જ રીતે મહાનગરપાલિકા કક્ષાના વિજેતા ૦૬ સ્પર્ધક પણ રાજય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે.


ઉપરદર્શાવેલ મુજબ પસંદગી પામેલ સ્પર્ધકોએ જે તે કક્ષા મુજબ થનાર સૂર્યનમસ્કાર સ્પર્ધામાં હાજર રહેવાનું રહેશે, જેમાં ગ્રામ્ય / વોર્ડ / તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ ભાગ લેનારને સ્વખર્ચે આવવાનું રહેશે. જયારે જિલ્લા / મહાનગરપાલિકા અને રાજય કક્ષાની સ્પર્ધા માટે આવનાર સ્પર્ધકને અને તેમની સાથે આવનાર એક વ્યકિતને ટી.એ. / ડી.એ. આપવામાં આવશે. અન્ય કોઇ સુવિધાઓ આપવામાં આવનાર નથી.


(૧) ગ્રામ્ય કક્ષાએ / ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૭૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કોચ / યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઈ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે, જે ગ્રામ્ય કક્ષાએ / ન.પા. અને મનપા વોર્ડ કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે, અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે..


(ર) તાલુકા કક્ષાએ / ઝોન કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં શાળાના


વ્યાયામ શિક્ષક (ન હોય ત્યાં અન્ય શિક્ષક), ગુજરાત રાજય યોગ બોર્ડના યોગ કો/યોગ ટ્રેનર, યોગ સાથે સંકળાયેલ NGOs કે સંસ્થાઓના કોઇ પણ એક સભ્ય અને એક ટેકનીકલ નિષ્ણાંતની ટીમ રહેશે. જે જિલ્લાકક્ષાએ/મહાનગરપાલિકા કક્ષાએ લેવલે યોજાનાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારની પસંદગી કરશે. અને તેઓના નામ ગુજરાત રાજય યોગ બોર્ડને આપશે.


(૩) જિલ્લા કક્ષાએ / મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી કરવા માટે કુલઃ ૦૪ લોકોની ટીમ બનાવવામાં આવશે. જેમાં ગુજરાત રાજય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર, જિલ્લા / મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર, યોગ સાથે સંકળાયેલ છે


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *