Search This Website

Saturday 17 February 2024

નિયમ ખબર હોય તો જ આ 5 જગ્યાએ રોકડમાં ટ્રાન્ઝેક્શન કરજો, નહીં તો ઈનકમ ટેક્સની નોટિસ આવવામાં વાર નહીં લાગે

નિયમ ખબર હોય તો જ આ 5 જગ્યાએ રોકડમાં ટ્રાન્ઝેક્શન કરજો, નહીં તો ઈનકમ ટેક્સની નોટિસ આવવામાં વાર નહીં લાગે


નક્કી મર્યાદાની બહાર રોકડ પેમેન્ટ કરી શકશો નહીં. આવું કરવું તમને ભારે પડી શકે છે, કારણ કે ઈનક ટેક્સની નોટિસનો જવાબ આપવો તમારા માટે મુશ્કેલ બની જશે. આવો જાણીએ કે, કઈ જગ્યાએ પેમેન્ટ કરતા સમયે તમારે ધ્યાન રાખવું જરૂરી છે.

દેશમાં ડિજિટલ પેમેન્ટનો વપરાશ ઘણો વધી ગયો છે, પરંતુ હજુ ઘણા લોકો છે, જે રોકડમાં ટ્રાન્ઝેક્શન કરવા પર વિશ્વાસ રાખે છે. તેનું સૌથી મોટું કારણ છે કે, દેશમાં મોટાભાગના પરિવાર જૂનાવણી પ્રમાણે, ઘરમાં વધારે રોકડ રાખવા, રોકડ આપીને ગોલ્ડ ખરીદવું કે મોટી ખરીદી પર વિશ્વાસ કરે છે. આવું કરવાનું એક મોટું કારણ એ પણ છે કે, લોકો ઈનકમ ટેક્સની ઝપેટથી દૂર રહેવા માંગે છે. તેઓ વિભાગની નજરોમાં આવવા માંગતા નથી. પરંતુ, જો તમે એક લિમિટમાં રોકડ ખરીદો છો, તો પરેશાની નહીં થાય, પરંતુ નક્કી મર્યાદાની બહાર રોકડ પેમેન્ટ કરી શકશો નહીં. આવું કરવું તમને ભારે પડી શકે છે, કારણ કે ઈનક ટેક્સની નોટિસનો જવાબ આપવો તમારા માટે મુશ્કેલ બની જશે. આવો જાણીએ કે, કઈ જગ્યાએ પેમેન્ટ કરતા સમયે તમારે ધ્યાન રાખવું જરૂરી છે.


  1. બેંક એકાઉન્ટમાં રોકડ જમા કરવા- કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડના નિયમો પ્રમાણે, જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેનાથી વધારે રોકડ જમા કરાવે છે, તો ઈનકમ ટેક્સને તેની જાણકારી આપવી જરૂરી હોય છે. તમે એક મર્યાદાથી વધારે રૂપિયા જમા કરાવો છો, તો ઈનકમ ટેક્સને જણાવવું પડશે કે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે. એટલે કે વિભાગ તમારી પાસેથી સોર્સ માંગશે.
  1. રોકડ દ્વારા ફિક્સ ડિપોઝીટ કરાવવી- જો તમે 10 લાખ રૂપિયાથી વધારે રોકડ જમા કરાવીને એફડી કરાવો છો, તો ઈનકમ ટેક્સ વિભાગ તમારી પાસેથી સોર્સ માંગશે.
  1. એક મર્યાદા બહાર રોકડમાં પ્રોપર્ટી ખરીદવી- જો તમે પ્રોપર્ટી ખરીદતા સમયે 30 લાખ રૂપિયા કે તેનાથી વધારે કેશ ટ્રાન્ઝેક્શન કર્યું છે, તો પ્રોપર્ટી રજિસ્ટ્રારને ઈનકમ ટેક્સ વિભાગને તેની જાણકારી આપવી પડશે. જેમાં તમારે રૂપિયા ક્યાંથી આવ્યા તે જણાવવું પડશે.
  2. ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ- જો તમારા ક્રેડિટ કાર્ડનું બિલ 1 લાખ રૂપિયા કે તેનાથી વધારે છે અને તમે પેમેન્ટ કેશમાં કરો છો, તો પણ ઈનકમ ટેક્સ વિભાગને આ અંગે જાણકારી આપવી પડશે.
  3. શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર કે બોન્ડ ખરીદવા
  4.  જો શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર કે બોન્ડ ખરીદવા માટે રોકડ એમાઉન્ટ એક લિમિટથી વધારે છે, તો પણ ઈનકમ ટેક્સ વિભાગ તમને નોટિશ આપી શકે છે. આવી સ્થિતિમાં વિભાગ તમારી પાસેથી રોકડ ક્યાંથી આવ્યા તે અંગે પૂછી શકે છે.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *