Search This Website

Sunday 17 March 2024

ગરમીની આગાહિ: આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, કયા જિલ્લાઓમા છે આગાહિ; ગરમી મા શું ધ્યાન રાખશો

ગરમીની આગાહિ:  Heat Wave: રાજયમા શિયાળો વિદાઇ લઇ રહ્યો છે અને ઉનાળાની ગરમીઓની ધીમે ધીમે શરૂઆત થતી જાય છે. ત્યારે આવનારા દિવસોમા ગરમી બાબતે હવામાન વિભાગની મોટી આગાહિ સામે આવી છે. માર્ચ મહિનાનાં બીજા સપ્તાહ થી જ અચાનક ગરમી મા વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે. ઉનાળા ની શરૂઆત થતા જ 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રી થી વધુ નોંધાયુ હતુ.



ગરમીની આગાહિ

માર્ચ મહિના ની શરૂઆત મા જ રાજ્યમાં તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર જતા લોકો ઉનાળાની શરૂઆતમાં જ ગરમી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ ઉત્તર ભારતનાં અમુક વિસ્તારોમાં હિમવર્ષા થવાથી લોકોએ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ સવાર અને રાત્રીનાં સમયે લોકો ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. તો બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં ગરમી ના પ્રમાણમા વધારો થવા ની હવામાન વિભાગ દ્વારા આગાહિ કરવામા આવી છે.છે. 16 માર્ચથી તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહિ કરવામા આવી છે. તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ રહેનાર છે. રાજયમા 9 શહેરોમાં ઉનાળાની શરૂઆત મા જ તાપમાન 34 ડીગ્રી કરતા વધુ નોંધાઇ રહ્યુ છે.

આ પણ વાંચો:: 


હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે આવનારા દિવસોમા વાતાવરણ અંગે આગાહી કરી છે કે આગામી દિવસોમા રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાઈ રહ્યું છે. તો આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન વધશે. જેના કારણે લોકોને ગરમીનો વધુ અહેસાસ થશે. જેના કારણે રાજયના અમુક જિલ્લાઓમા તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચે તેવી શકયતાઓ રહેલી છે. તો હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની જોવા મળી રહી છે. જો રાજ્યનું તાપમાન જોઈએ તો સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી જેટલુ નોંધાયુ હતુ અને સૌથી વધુ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી જેટલુ નોંધાયુ હતુ.



હિટવેવ થી બચવા શું કરશો ?

  • 1 આગામી દિવસો મા વધુ ગરમી પડવાની આગાહિ કરવામા આવી છે. ગરમી થી બચવા નીચેના જેવા ઉપાયો કરવા જોઇએ.

  • 2 ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન વાળો ખોરાક ખાવાનુ ટાળવુ જોઇએ.

  • 3 ગરમીમાં દરમિયાન શકય હોય્કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.

  • 4 દિવસ દરમિયાન શક્ય એટલુ વધુ પાણી પીવુ જોઇએ. જેથી શરીરમા પાણી નુ પ્રમાણ ન ઘટે.

  • 5 ગરમીમાં પાઍણીનુ પ્રમાણ ન ઘટે અને એનર્જી રહે તે માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગી વગેરેનું સેવન કરવુ જોઇએ.

  • 6 શરીરમા ગરમી ન થાય તે માટે હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવા જોઇએ.

  • 7 તડકામા બહારમા ખુલ્લા પગે ન નીકળવુ. બહાર તડકામા જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકો.

  • 8 લૂ લાગવાના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગે , એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.

  • 9 કોઇ વ્યક્તિ ને લૂ લાગે તો તેને તાત્કાલીક પ્રાથમિક સારવાર આપી આરોગ્ય કેન્દ્ર મા સારવાર લેવી જોઇએ.

  • 10 બાળકો ને કાર મા એકલા ન રાખવા જોઇએ કારણ કે કારનુ અંદરથી તાપમાન વધી શકે છે. જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.

  • 11 તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.




Categories

Our Followers

Pages