Search This Website

Tuesday 28 November 2023

દાઢી માં આવતા સફેદ વાળ કાળા કરવાનો અકસીર ઉપાય

દાઢી માં આવતા સફેદ વાળ કાળા કરવાનો અકસીર ઉપાય.

મિત્રો ઘણા લોકો પોતાની દાઢીમાં આવતા સફેદ વાળથી ખુબ જ પરેશાન હોય છે. જેને તમે ઘણી રીતે દુર કરવાના પ્રયત્નો કરતા હો છો. અહી આપેલ કેટલાક ઉપાયોને અપનાવીને તમે તમારા સફેદ વાળને કાળા કરી શકો છો.

પુરુષોમાં સમય પહેલા જ દાઢીના વાળ સફેદ થવા એક સામાન્ય સમસ્યા બની રહી છે. આપણી ખરાબ લાઈફ સ્ટાઈલની અસર આપણા શરીર અને વાળ બંને પર પડે છે, જેના કારણે દાઢીના વાળ સફેદ થવા લાગે છે અને તમે સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગો છો. જો તમારી દાઢીના વાળ પણ સમય પહેલા સફેદ થઈ ગયા છે તો ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ઘરેલું ઉપચારમાં તમે ઘરે મળતી વસ્તુઓ દ્વારા દાઢીના વાળ કાળા કરી શકો છો. જેમ કે ડુંગળીનો રસ, કાળા મરી, આંબળા, જાસુદનું ફૂલ વગેરે.

જાસુદથી દાઢીના સફેદ વાળ કાળા કરો

જાસુદના ફૂલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન રહેલ છે. જાસુદ મેલાનીન બનાવે છે જેનાથી વાળ કાળા થાય છે. તમે તેને વાળ અથવા દાઢીને કાળી કરવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે તમારે  જાસુદના ફૂલ અથવા પાનને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે તે પાણીને દાઢી પર લગાવો, આવું તમે દરરોજ કરી શકો છો. જો ફૂલ ન મળે તો જાસુદનો પાવડર પણ બજારમાં મળે છે તમે તેનો પાવડર પણ દાઢી પર પેસ્ટ બનાવીને લગાવી શકો છો.

સફેદ દાઢીને કાળી કરે આમળા

સફેદ વાળને કાળા કરવા માટે આમળાનો ઉપયોગ કરો, આમળાને તમે દાઢીના સફેદ વાળ પર પણ લગાવી શકો છો. આમળામાં વિટામીન સી હોય છે તે વાળને લગતી સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. તેના ઉપાય માટે પહેલા તો  આમળાને ધોઈને સુકવી નાખો. સુકાય ગયા પછી આમળાને મિક્ષ્ચરમાં નાખીને પીસી પાવડર બનાવી નાખો. ત્યાર બાદ નારિયેળ અથવા બદામના તેલને થોડું ગરમ કરો. આમળાના પાવડરમાં પોતાની પસંદનું તેલ મિક્સ કરી લો. આ મિશ્રણને દાઢી પર લગાવી લો, અને અડધી કલાક પછી ધોઈ નાખો.


સફેદ દાઢી પર લગાવો ડુંગળીનો રસ

સફેદ દાઢીને કાળી કરવા માટે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીથી કેટાલેસની માત્રા વધે છે. જે એક પ્રકારનું એન્જાઈમ છે જેનાથી દાઢીના વાળ કાળા થઈ જાય છે. તેના માટે પહેલા ડુંગળીને કાપી નાખો. ગળીને મિક્સરમાં પીસી નાખો. ડુંગળીમાંથી રસ અલગ કરી લો. બે થી ત્રણ ટી સ્પુન ડુંગળીના રસમાં એક ટી સ્પુન લીંબુનો રસ મિક્સ કરી લો. દાઢી પર લગાવીને અડધી કલાક રહેવા દો.

કાળા મરીની મદદથી સફેદ દાઢી કાળી કરો

સફેદ દાઢીને કાળી કરવા માટે ડાયની જગ્યાએ તમે કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો અને સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો. કાળા મરીની મદદથી તમારી દાઢીમાં રહેલ સફેદ વાળ કાળા થઈ જશે. કાળા મરીને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુનો રસ મિક્સ કરો. મિશ્રણમાં દહીં મિક્સ કરો અને તેની પેસ્ટ બનાવી લો. દાઢી લગાવો અને અડધી કલાક પછી ધોઈ નાખો.

સફેદ દાઢીને કાળી કરે શિકાકાઈ-ભૃંગરાજ પાવડર

શિકાકાઈ પાવડરથી વાળ કાળા થઈ જાય છે. તેનાથી સફેદ દાઢી કાળી કરી શકાય છે. જ્યારે ભૃંગરાજ પાવડરથી સમય પહેલા સફેદ થયેલ વાળથી છુટકારો મેળવી શકાય છે. તમે શિકાકાઈ અને ભૃંગરાજ પાવડર મિક્સ કરી લો. આ મિશ્રણમાં દહીં મિક્સ કરો, અથવા પાણી મિક્સ કરીને લગાવી લો. આ પેસ્ટને તમે અઠવાડિયામાં બે વખત લગાવો, દાઢી કાળી થઈ જશે.

સમય પહેલા તમારી દાઢી સફેદ થઈ ગઈ છે તો તમે થોડી સરળ ટીપ્સ અપનાવી શકો છો. જેમ કે બહાર નીકળતા પહેલા ફેસને કવર કરી લો. કેફીન અને આલ્કાહોલને અવોઈડ કરવું, કસરત કરવી અને હેલ્દી ડાયટ લેવું.

Note: આ સામગ્રી ખાલી સલાહ સહિત ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી હોતો. વધુ માહિતી માટે હંમેશા સારા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Gyan Panth આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *